મૌર્ય સામ્રાજ્યના પતન ના કારણો
1. નાણાકીય કટોકટી - વિશાળ સૈન્યની જાળવણી અને અધિકારીઓની મોટી સંખ્યાના પરિણામે પગાર ચુકવણી કરવા માટેના ભારે ખર્ચ થી મૌર્ય સામ્રાજ્ય માટે આર્થિક સંકટ સર્જાયું. - બૌદ્ધ સાધુઓને અશોક દ્વારા આપવામાં આવતી મોટી રકમથી શાહી ખજાનાને ખાલી કરી દીધો હતો. 2. દમનકારી નીતિ - પ્રાંતોમાં જુલમી શાસન એ બીજું પરિબળ હતું જેના કારણે મૌર્ય સામ્રાજ્ય તૂટી પડ્યું. - બિંદુસારના શાસનમાં તક્ષશિલાના નાગરિકોએ દુષ્ટ અમલદારોના દુરાચાર સામે ફરિયાદ કરી હતી, અશોકની તક્ષશિલા ના ગવર્નર તરીકે નિમણૂક થતાં તેઓની ફરિયાદ દૂર થઈ. - જ્યારે અશોક રાજ્યનો રાજા બન્યો ત્યારે તે શહેરની ફરિયાદો નોંધાઇ હતી લીધેલા તમામ પગલાં પ્રાંતોમાં દમન અટકાવવામાં મદદ કરી ન હતી. 3. સામ્રાજ્યનું વિભાજન - સમ્રાટ અશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્ય બે ભાગોમાં વિભાજીત થયું પશ્ચિમ અને પૂર્વના ભાગો જેનાથી સામ્રાજ્ય નબળું પડ્યું. - આ ભાગલાને પરિણામે વાયવ્ય દિશા તરફથી આક્રમણો થયા. 4. ઉચ્ચ કેન્દ્રીય વહીવટ - મૌર્ય સામ્રાજ્યનું ઉચ્ચ કેન્દ્રીય વહીવટ એ પછીના રાજાઓ માટે સમસ્યા બની ગયું હતું કારણકે તેમના પુરોગામી જેટલા તે કાર્યક્ષમ સ...