મૌર્ય સામ્રાજ્યના પતન ના કારણો

   1. નાણાકીય કટોકટી

- વિશાળ સૈન્યની જાળવણી અને અધિકારીઓની મોટી સંખ્યાના પરિણામે પગાર ચુકવણી કરવા માટેના ભારે ખર્ચ થી મૌર્ય સામ્રાજ્ય માટે આર્થિક સંકટ સર્જાયું.

-  બૌદ્ધ સાધુઓને અશોક દ્વારા આપવામાં આવતી મોટી રકમથી શાહી ખજાનાને ખાલી કરી દીધો હતો. 

2. દમનકારી નીતિ

- પ્રાંતોમાં જુલમી શાસન એ બીજું પરિબળ હતું જેના કારણે મૌર્ય સામ્રાજ્ય તૂટી પડ્યું.

- બિંદુસારના શાસનમાં તક્ષશિલાના નાગરિકોએ દુષ્ટ અમલદારોના દુરાચાર સામે ફરિયાદ કરી હતી, અશોકની તક્ષશિલા ના ગવર્નર તરીકે નિમણૂક થતાં તેઓની ફરિયાદ દૂર થઈ.

- જ્યારે અશોક રાજ્યનો રાજા બન્યો ત્યારે તે શહેરની ફરિયાદો નોંધાઇ હતી લીધેલા તમામ પગલાં પ્રાંતોમાં દમન અટકાવવામાં મદદ કરી ન હતી.

3. સામ્રાજ્યનું વિભાજન

-  સમ્રાટ અશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્ય બે ભાગોમાં વિભાજીત થયું પશ્ચિમ અને પૂર્વના ભાગો જેનાથી સામ્રાજ્ય નબળું પડ્યું.

- આ ભાગલાને પરિણામે વાયવ્ય દિશા તરફથી આક્રમણો થયા. 

4. ઉચ્ચ કેન્દ્રીય વહીવટ

- મૌર્ય સામ્રાજ્યનું ઉચ્ચ કેન્દ્રીય વહીવટ એ પછીના રાજાઓ માટે સમસ્યા બની ગયું હતું કારણકે તેમના પુરોગામી જેટલા તે કાર્યક્ષમ સંચાલકોનો ન હતા.

- ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક જેવા શક્તિશાળી રાજા વહીવટને સારી રીતે નિયંત્રિત કરી શક્યા પરંતુ નબળા શાસકો વહીવટને વધુ નબળાઈ તરફ દોરી ગયા છેવટે સામ્રાજ્ય નબળું પડ્યું.

- મોટા અંતરના કારણે સંદેશા વ્યવહારમાં તકલીફ અને કેન્દ્રીય વહીવટની નબળાઈના કારણે સ્વતંત્ર રાજાઓ નો ઉદ્ભવ થયો.

5. અશોક પછી નબળા રાજા 

- અશોક પછી નબળા (દુર્બળ) રાજાઓ અશોકના અનુગામી રાજાઓ હતા જે તેમને મળેલા વિશાળ સામ્રાજ્યનો ભાર ઉઠાવી શક્યા નહિ. 

 - અશોક પછી ફક્ત છ રાજાઓ 52 વર્ષ સુધી રાજ્ય પર રાજ કરી શક્યા હતા.

-  મૌર્ય સામ્રાજ્યના માત્ર પ્રથમ ત્રણ રાજાઓ ભરપૂર ક્ષમતા ધરાવતા હતા પછીના રાજા તેમના પ્રખ્યાત પૂર્વજો સાથે ક્ષમતામાં કોઈ મેળ નહોતો.

6. પ્રાંતોની સ્વતંત્રતા 

- અશોક પછીના રાજાઓથી વિશાળ સામ્રાજ્ય પર કેન્દ્ર નો કબજો તૂટી ગયો જેનાથી વિવિધ રાજ્ય નો ઉદ્ભવ થયો.

- કલિંગ સ્વતંત્ર બન્યું.

- તિબેટીયન માહિતી અનુસાર વીરસેનાએ ગાંધાર ઉપર સ્વતંત્ર રીતે શાસન કર્યું.

7. વિદેશી આક્રમણ

-  પ્રથમ ત્રણ મૌર્ય રાજાઓના શાસન દરમિયાન કોઈપણ વિદેશી તાકાત એ ઉત્તર-પશ્ચિમ થી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો નહીં કારણકે શક્તિશાળી મૌર્ય સૈન્યનો તેમને ભય હતો.

-  પરંતુ સમ્રાટ અશોકના મૃત્યુ પછી રાજ્ય બે ભાગમાં વિભાજીત થયું સમય જતા વિદેશીઓએ ભૂમિ પર હુમલાઓ કર્યા અને તેમના સામ્રાજ્ય સ્થાપિત કર્યા જેમ કે ગ્રીક, શક વગેરે.

8. અશોકની નીતિઓ

-  કેટલાક વિદ્વાનો સૂચવે છે કે સમ્રાટ અશોકની અહિંસા અને શાંતિવાદની નીતિઓના કારણે સામ્રાજ્ય નબળું પડયું હતું.

- તેમણે યુદ્ધો બંધ કરી દીધા હોવાથી વિદેશી તાકાતોને ફરી એકવાર રાજ્ય પર હુમલો કરવાની તક આપવામાં આવી એવું કહી શકાય.

- વળી તેમણે બૌદ્ધ ધર્મના પ્રચારને ઘણું મહત્વ આપ્યું અને પ્રયત્ન કર્યા.

Comments